રાજકોટમાં વિશ્વ પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ

     “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે રાજકોટના પૂર્વ મેયર બંગલો ખાતે નિઃશુલ્ક તુલસી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહી ઉત્સાહભેર પર્યાવરણની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન તુલસી સહિતના વિવિધ રોપા, ચકલીઓના માળા, બર્ડ ફીડર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

        પૂર્વ મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, વિનોદભાઈ પેઢડિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર શ્રીમતી દક્ષાબેન વસાણી, દંડક સંજયસિંહ રાણા, પૂર્વ દંડક મનીષભાઈ રાડિયા, જયસીયારામ મિત્ર મંડળ ના હરેશભાઈ હરિયાણી, ભરતભાઈ ભીંડે, એનિમલ હેલ્પ લાઇન ના પ્રતીકભાઈ સંઘાણી, અશોકભાઈ હિંડોચા, કરુણા ટોક ના કિશોરભાઈ ડોડીયા, સ્વદેશી જાગરણ મંચ ના રમેશભાઈ દવે, ભાર્ગવભાઈ ગોકાણી, ચાંદનીબેન શાહ, કિરીટભાઈ પાઠક, કાળીમામા, ડૉ. દર્શનાબેન પંડ્યા, અરવિંદભાઈ સોજીત્રા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંરક્ષણ અને જીવદયાનો સંદેશ આપવામાં આવ્યો હતો. 

       વન વિભાગ, રાજકોટ મહાનગરપાલિકા તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમ દ્વારા હરિયાળું અને પર્યાવરણમૈત્રી રાજકોટ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

        વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, રાજકોટ રેસકોર્સ મેયર બંગલે પર્યાવરણના જતન અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં ભાગ લીધો. તુલસીના રોપા, ફળોના રોપા, ચકલીના માળા, પક્ષીઓ માટે પાણી ના કુંડા વિતરણ કરવામાં આવ્યા અને શહેરીજનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો.

• આવનારી પેઢીને એક સ્વસ્થ અને હરિયાળી પૃથ્વી આપવાનો સંકલ્પ કરીએ. એક નાનકડું પગલું પણ મોટું પરિવર્તન લાવી શકે છે.

• પર્યાવરણને બચાવવું એ માત્ર એક ફરજ નથી, પણ આવનારી પેઢીઓ માટેની આપણી ભેટ છે. ચાલો, આપણે રાજકોટને વધુ ગ્રીન, વધુ ક્લીન અને વધુ સસ્ટેનેબલ બનાવીએ. 

• નાનકડા ફેરફારો, જેમ કે વૃક્ષારોપણ, પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ અને પાણીનો બચાવ, ખૂબ મોટું પરિવર્તન લાવી શકે છે.

       જય સીયારામ મિત્ર મંડળ ના ઉકાળા કેન્દ્રના હરેશભાઈ હરિયાણી અને તેની ટીમ સાથે ભરતભાઈ ભીંડે, શાસ્ત્રી રાજેન્દ્રભાઈ રાજુભાઈ ચાવડા, કલ્પનાબેન, ધર્મિષ્ઠાબેન, ભાવનાબેન, ભરતભાઈ મકવાણા, કિશનભાઇ જાની, માનુભાઇ ગજેરા, પંકજભાઈ ભટ્ટ, કિરીટભાઈ કોઠારી તેમજ કરુણા ફાઉન્ડેશન ના પ્રતિકભાઇ સંઘાણી, મિતલભાઇ ખેતાણી, અશોકભાઈ હિંડોચા, રામાવત હિમાંશુભાઈ અને તેમની ટીમ તેમજ સ્વદેશી જાગરણ મંચ રમેશભાઈ દવે રાષ્ટ્રીય સ્વદેશી પત્રિકા ઉપપ્રમુખ તેમજ તપનભાઈ લાડાણી, વિનોદભાઈ પેઢડીયા, ભાર્ગવભાઈ ગોકાણી, કિશોરભાઈ ઓઝા, વસંતભાઈ દવે, રાજકુમારભાઈ મિલનભાઈ સંતોપી, પ્રવીણભાઈ કાસીયાણી, જયેશભાઈ દોશી, પરસોતમભાઈ શક્યા, દિપકભાઈ કલોલા, જગદીશભાઈ વોરા, કિશોરભાઈ મકવાણા, કમલભાઈ સચદેવ, કેયુરભાઈ સાપોવડિયા, દિગેશભાઈ વાઘેલા, સ્વદેશી જાગરણ મહિલા સમિતિના ચાંદનીબેન શાહ સાથે રાજકોટ ની મહિલા ટીમે જહેમત સાથે વ્યવસ્થા સંભાળેલ.

Related posts

Leave a Comment