હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
શ્રાવણના અંતીમ સોમવારે ભક્તોનો માનવ મહેરામણ સોમનાથ મહાદેવના આશિર્વાદ માટે ઉમટી પડેલ, સોમનાથ ને જોડતા માર્ગો પદયાત્રીઓ ના બમ બમ ભોલે અને હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠેલ, સોમનાથ મહાદેવને પ્રાતઃશ્વેત પીતાંબર અને ગુલાબ કમળના વિવિધ પૂષ્પહારો થી શૃંગાર કરવામાં આવેલ હતો. સવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણી એ મહાદેવના દર્શન કરેલ હતા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા એ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. કો-ઓર્ડિનેટર ભાવેશભાઇ વેકરીયા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ પાલખી પૂજન કરેલ હતું.
રાજકોટના એક શિવભક્ત દ્વારા સવાપાંચ કિલ્લો ચાંદી ના ડોલ, કળશ અને ચંદ્ર અર્પણ કરેલ હતા. સોના નું 320 ગ્રામનું ત્રિપુંડ પણ આ ભાવિકે સોમનાથ મહાદેવ અર્પણ કરેલ અને તેને મધ્યાહ્ન શૃંગારમાં ઉપયોગમાં લેવામાં આવેલ હતું.
સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા