હિન્દ ન્યુઝ, ગાંધીનગર
ગાંધીનગર જિલ્લા પ્રશાસનની સજ્જતા અને વહીવટી પારદર્શિતાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા રણછોડપુરા ગ્રામપંચાયતની ઓચિંતી મુલાકાત લેવામાં આવી.જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રામજનોને પ્રશ્નો પુછી તેમના હકારાત્મક સમાધાન કરવા માટે સુચન કર્યુ.
પંચાયત દફતર તપાસણી, વસુલાત, નાણાપંચના કામો, તથા આરોગ્ય વિષયક પ્રશ્નોની ચર્ચા કરી તથા તલાટી કમ મંત્રીને ૧૦૦% સુધી વસુલાત કરવા અને વિકાસના કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ થાય તે બાબતે ફોલોઅપ રાખવા સુચના આપી.
