વલસાડના તિથલ ખાતે સરકારી આયુ. દવાખાના દ્વારા નિઃશુલ્ક સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, વલસાડ

     વલસાડના તિથલ ખાતે આવેલા સરકારી આયુર્વેદીક દવાખાનાના મેડિકલ ઓફિસર ડૉ.ધર્મિષ્ઠા પટેલ દ્વારા સાંઈબાબા મંદિર તિથલ ખાતે નિઃશુલ્ક સર્વરોગ આયુર્વેદિક અને નિદાન- સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

    આ કેમ્પમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ગેસ- એસિડિટી, કબજિયાત, મરડો, હરસ-મસા, સાંધાના દુખાવા-ઘસારા, દરેક પ્રકાર વા, નસનો દુઃખાવો, વાળ ખરવા, સ્ત્રીઓની સમસ્યા, માસિકની તકલીફ, શરીર ધોવાવું, શરદી, ખાંસી, દમ, તાવ, માથાનો દુખાવો વગેરે જેવા તમામ રોગોનું નિદાન કરી વિના મૂલ્યે દવા આપવામાં આવી હતી. ૬૦ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. 

૧૨ માં વિશ્વ યોગ દિવસની ૧૦૦ દિવસની ઉજવણીના ભાગરૂપે બીજા દિવસે વલસાડના તિથલ સ્થિત સરકારી આયુર્વેદ દવાખાનાના મેડીકલ ઓફિસર ડો.ધર્મિષ્ઠા પટેલ દ્વારા સાંઈબાબા મંદિર તિથલ ખાતે યોગ જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. મંદિરમાં આવેલા ભક્તજનોને યોગ વિશે માહિતી આપી યોગનું જીવનમાં શું મહત્વ છે તે સમજાવી યોગના લાભ વિશે સમજણ આપી હતી. યોગના પેમ્પલેટનું વિતરણ કરી લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. બંને કાર્યક્રમને સફળ બનાવવા માટે ફાર્માસીસ્ટ દિપીકા પટેલ અને સેવક ચૈતાલી બરોડિયા સેવા આપી હતી.

Related posts

Leave a Comment