ગીરગઢડા ખાતે ઔદ્યોગીક ભરતી મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, ગીરગઢડા

    જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ દ્વારા તા.૦૪/૦૬/૨૦૨૬ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે, શ્રી સરસ્વતી કોલેજ ગીરગઢડા ખાતે નોકરીદાતાઑ તથા રોજગારવાંચ્છુ વચ્ચે સેતુરૂપ બનવાના આશ્રયથી ઔદ્યોગીક ભરતી મેળો યોજાયો હતો.

આ ભરતી મેળામાં ગીર સોમનાથ જિલ્લાના ઉમેદવારોને ઈ-મેઈલ અને સોશ્યિલ મીડિયાના જૂદા-જૂદા માધ્યમથી ઈન્ટરવ્યૂ પ્રક્રિયા માટે બોલાવવામાં આવ્યા હતાં. જેમાં કુલ ૫૮ ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ભરતી મેળામાં સ્થાનિક નોકરીદાતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણ તેમજ યુનો મિંડા પ્રા. વિથલાપૂર (અમદાવાદ ) નોકરીદાતાના પ્રતિનિધિ હાજર રહ્યાં હતાં.

આ પ્રતિનિધિ દ્વારા તેમના એકમ/સંસ્થા ખાતે ખાલી જગ્યા માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં હાજર રહેલ ૫૮ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અનુભવ તથા આવડતના આધારે ૧૯ રોજગારવાંચ્છુંઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.

પ્રાથમિક પસંદગી પામેલા લોકોને ફરી બીજા રાઉન્ડ માટે બોલાવવામાં આવશે. તદ્ઉપરાંત રોજગાર કચેરીના કાઉન્સેલર દ્વારા કારકિર્દી માર્ગદર્શન તથા મોડેલ કેરિયર સેન્ટર અને એન.સી.એસ પોર્ટલનો પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment