સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની 141મી જન્મજયંતી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

      સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની 141મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્થિત તેમના તૈલચિત્રને નાયબ દંડક વિજયભાઈ પટેલ અને વિધાનસભા સચિવ ચેતન પંડ્યા સહિત વિધાનસભાના અધિકારી-કર્મચારીઓએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી.

       ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ તા. 3 ડિસેમ્બર, 1884ના રોજ બિહારમાં થયો હતો. 1917થી તેઓ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા, તેમણે દેશનું જાહેર જીવન ઘડવામાં અને આઝાદીની લડતમાં મોટો ફાળો આપ્યો હતો.     

Related posts

Leave a Comment