હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લામાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપી પ્રાકૃતિક કૃષિ તરફ વાળા સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં આત્મા પ્રોજેક્ટ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાઓમાં નેશનલ મિશન અને નોન-મિશન કલસ્ટરદીઠ રવિ પાકોમાં પ્રાકૃતિક કૃષિ માટે પૂર્વ વાવણી અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમમાં કૃષિ તજજ્ઞ તરીકે આત્મા પ્રોજેક્ટ તેમજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના તાલુકા અને ગ્રામ્ય કક્ષાનો તમામ સ્ટાફ ઉપસ્થિત રહી પ્રાકૃતિક કૃષિની ઝુંબેશને પ્રોત્સાહન આપીને આગમી ઋતુ રવિ/શિયાળુ પાક માટે પ્રાકૃતિક કૃષિથી નવા વાવેતર માટે સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે પ્રાકૃતિક કૃષિના આયમોનું જીવંત નિદર્શન બતાવીને તેનું મહત્વ સમજાવીને તાલીમ આપવામાં આવી રહી છે.
