તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાનના સંદર્ભમાં ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરિય બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાનના સંદર્ભમાં ગાંધીનગર ખાતે એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલા નુકશાનના સર્વે સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું તેમજ સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશ આપ્યા હતા.

   રાજ્યમાં આ વર્ષે અસાધરણ સંજોગોમાં કમોસમી વરસાદ થયો છે તેવા સંજોગોમાં ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને સંપૂર્ણ કિસાન હિતલક્ષી અભિગમથી ખેડૂતોની સહાયતા માટેની નેમ ધરાવે છે.

Related posts

Leave a Comment