હિન્દ ન્યુઝ, જામનગર
જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને સોમનાથ ટ્રસ્ટ – પ્રભાસ પાટણના સંયુક્ત ઉપક્રમે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ જામનગર ખાતે બે દિવસીય દિવ્યાંગ લાભાર્થીઓ માટે કેલિપર્સ અને કૃત્રિમ પગ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 49 જરૂરિયાતમંદ દિવ્યાંગ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આ કેમ્પમાં જયપુર ફૂટ ટીમના 10 ડોક્ટરોની ટીમે સ્થળ પર જ લાભાર્થીઓની જરૂરિયાત મુજબ માપ લઈને કેલિપર્સ અને કૃત્રિમ પગ તૈયાર કરીને વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવી હતી.જેનાકારણે દિવ્યાંગ વ્યક્તિઓને તે જ દિવસે તેમના માટે જરૂરી સાધનો મળી ગયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોમનાથ ટ્રસ્ટ તરફથી ડૉ. દેવશીભાઈ વાજા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હસમુખભાઈ એમ. રામાણી, ચીફ ઓફિસર મનોજભાઈ વ્યાસ, અને સરકારી ચિલ્ડ્રન હોમના અધિક્ષક વિભાભાઈ કે. મેવાડા વગેરે દ્વારા જહેમત ઉઠાવાઈ હતી.
