દાહોદ જિલ્લામાં જ્યોતિ કળશ રથયાત્રા નું આગમન સંજેલી તાલુકામાં પ્રારંભ

હિન્દ ન્યુઝ, દાહોદ

      435 માં દિવસે દાહોદ જિલ્લામાં જ્યોતિ કળશ રથયાત્રા નું આગમન સંજેલી તાલુકામાં પ્રારંભ થતા ગ્રામજનો અને ગાયત્રી પરિવારના વરિષ્ઠ પરિજનો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત માં પરિભ્રમણ કરતા કરતા આજ રોજ દાહોદ જિલ્લામાં જ્યોતિ કળશરથ 435માં દિવસે પહોંચ્યું.

    આ જ્યોતિકળશ એ અખંડ દીપક ના રૂપમાં પરમ પૂજ્ય ગુરુદેવે 1926 માં પ્રગટાવ્યો હતો. એને 2026 માં 100 વર્ષ પૂરા થવાના છે. વિશેષમાં માતાજીનું પણ જન્મ શતાબ્દી વર્ષ 2026 માં આવતું હોય એને અનુલક્ષીને આ જ્યોતિ કળશને સમગ્ર વિશ્વમાં અને ભારત ભરમા ભ્રમણ કરી રહ્યા હોય તો આ દિવ્ય જ્યોતિકળશના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટીપડ્યા હતા.

રિપોર્ટર : ગોવિંદ પટેલ, દાહોદ

Related posts

Leave a Comment