વાપી તાલુકાના વટાર ગામમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ

હિન્દ ન્યુઝ, વાપી

    વાપી તાલુકાના વટાર ગામમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કૃષિ સખી હંસાબેન હાજર રહ્યા હતા. ગાંધીનગર વડી કચેરી દ્વારા આંબા પાકમાં જીવામૃત અને ખાટી છાશ, અર્ક વિશેના શું ફાયદા થાય તેની માહિતી આપી હતી તેમજ પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી.

   ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીમાં પાંચ આયામનો ઉપયોગ મુખ્ય આધાર છે એના વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન જીવામૃત અને ઘન જીવામૃત બનાવવાની રીત અને ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે તે વિશે માહિતી આપી હતી.

Related posts

Leave a Comment