જંબુસરનાં નવયુગ વિદ્યાલયમાં 318 મોં નિ:શુલ્ક “મેગા નેત્રયજ્ઞ કેમ્પ” યોજાયો

હિન્દ ન્યુઝ, ભરૂચ

ભરૂચ જિલ્લાના જંબુસરમાં નવયુગ વિદ્યાલયમાં 318 મોં નિ:શુલ્ક મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો 

    આજરોજ નવયુગ વિદ્યાલય જંબુસરમાં ‘જન સેવા એજ પ્રભુ સેવા, માનવ સેવા એજ માધવ સેવા’ અંતર્ગત 318 નિઃશુલ્ક મેગા નેત્રયજ્ઞ કેમ્પ સવારે નવ થી એક વાગ્યા સુધી યોજાયો હતો. જેમા આંખ ની તપાસ જેવાકે આંખના નંબર, મોતિયાની તપાસ વગેરે કરવામાં આવેલ. શંકરા આઈ હોસ્પિટલ મોગર ખાતે બસમાં લઈ જવાની રહેવાની, જમવાની તેમજ મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી, દવા, ચશ્મા આપી પરત જંબુસર લાવવાની તમામ પ્રકારની સુવિધાઓ નિઃશુલ્ક આપવામાં આવી.

રિપોર્ટર : ઇમ્તિયાઝ દીવાન, ભરૂચ

Related posts

Leave a Comment