ગ્રામ્ય વિકાસની નવી દિશા: સાવરકુંડલા તાલુકામાં રોડ કામોની ભવ્ય શરૂઆત

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા

       સાવરકુંડલા તાલુકાના પરિવહન અને ઢાંચાગત વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાનરૂપ બનતા ₹3.38 કરોડના બે મુખ્ય માર્ગોના વિકાસ કાર્યનો આજ રોજ ઘારાસભ્ય કસવાળાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ અંતર્ગત તાલુકાના દોલતીથી મેરીયાણા રોડ(૧૭૦ લાખ) અને લીખાળાથી ભેંકરા રોડ (૧૬૮ લાખ) એમ બે મુખ્ય માર્ગોના નિર્માણ કાર્યની શરૂઆત થઈ છે. આ રસ્તાઓ માત્ર વાહન વ્યવહારને સરળ બનાવશે નહિ, પરંતુ સમગ્ર તાલુકાના વિકસિત અને વ્યવસાયિક પરિવેશને પણ નવું ગતિમાન આપશે. દોલતી–મેરીયાણા અને લીખાળ–ભેકરા જેવા વિસ્તારોમાં રહેવાસીઓ વર્ષોથી આધુનિક માર્ગ સુવિધાની અપેક્ષા રાખતા હતા, જે હવે પરિપૂર્ણ થવા જઈ રહી છે. ખાતમુહૂર્ત પ્રસંગે ઘારાસભ્ય કસવાળાએ જણાવ્યું હતું કે, “વિજ્ઞાની ગુજરાત માટે ગામડાનો રસ્તો એ વિકાસનું પ્રથમ પગથિયું છે. અમારી પ્રતિબદ્ધતા છે કે સાવરકુંડલા તાલુકાનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરીએ.” આ માર્ગો ગામો વચ્ચેની દૂરી ઘટાડશે, શાળાગત બાળકો, ખેડૂત મિત્રો અને સ્થાનિક વેપારીઓ માટે મુસાફરી વધુ સરળ બનાવશે.

આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઇ કાછડીયા, એ.પી.એમ.સી. ચેરમેન દિ૫કભાઇ માલાણી,જીલ્લા પંચાયતના સિંચાઇ ચેરમેન લાલભાઇ મોર, શરદભાઇ ગૌદાની, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પરશોતમભાઇ ઉમટ, તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઇ ડોબરીયા, તાલુકા ભાજપ મહામંત્રી પ્રકાશભાઇ પાનસુરીયા તથા મુકેશભાઇ આદ્રોજા તથા તાલુકા પંચાયતના સદસ્યઓ તથા તાલુકા ભાજ૫ના તમામ હોદેદારઓ તથા સ્થાનિક ગામોના સરપંચશ્રીઓ, તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી. બધાએ સરકારના વિકાસલક્ષી અભિગમ અને ઘારાસભ્યના પ્રયત્નોને વખાણી હતી. સ્થાનિક નાગરિકો અને આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ ઉજવાયો હતો અને સર્વે લોકોએ જિલ્લા અને રાજ્ય સરકારના આ પ્રયાસોની સરાહના કરી. તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

Leave a Comment