હિન્દ ન્યુઝ, જસદણ
આ કેસની ખરી હકીકત જોતા રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના દેવધરી ગામે બ્રાન્ચ પોસ્ટ ઓફિસના બ્રાન્ચ પોસ્ટ માસ્તર વલ્લભ ઉર્ફે વિક્રમભાઈએ સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળના ખાતેદારો દ્વારા તેમના ખાતા માટે સુપરત કરવા આપેલા નાણાંની ખાતેદારની પાસબુકમાં એન્ટ્રી આપી પરંતુ પોસ્ટ ઓફિસના ચોપડામાં એન્ટ્રી નહીં આપી રકમ પોતાની પાસે રાખી છેતરપિંડી આચરેલ. જેની આ બાબતે પોસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારી રૂપકુમારસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસ વીંછિયાના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કૃતેશ.એન.જોશી ની કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને ત્રણ વર્ષની સજા અને ૧૦,૦૦૦/- નો દંડ કરવામાં આવેલ અને આરોપી દંડ ન ભરે તો વધુ ૬૦ દિવસની સજાનો હુકમ કર્યો હતો.
જેની સામે આરોપીએ રાજકોટ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેમાં સરકારી વકીલની દલીલો અને સાહેદોની જુબાનીઓ તેમજ આધાર પુરાવોઓને ધ્યાને લઇ આરોપી દ્વારા ઉચાપત કર્યાનું સ્પષ્ટ જણાવાતું હોય અને આઇ.પી.સી કલમ ૪૦૯ માં લાઈફ સજાની જોગવાઈ હોય જેથી રાજકોટના નામદાર મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.સી.મકવાણા નાઓએ વિછીયાના નામદાર મહેરબાન પ્રિન્સિપાલ સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કૃતેશ.એન.જોશી નાં ઓર્ડરને કાયમ રાખવા આદેશ કર્યો હતો.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ