હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લાને નવા વર્ષમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જિલ્લાને પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિન્દ બાપના (lAS)ની નિમણૂક કરવામાં આવી છે. આણંદ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના (lAS)ની બદલી થતાં તેઓની નિમણૂક આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે થતા તેઓનો વિદાય સમારંભ આણંદ જિલ્લા પંચાયત ખાતે યોજવામાં આવ્યો હતો.
આ વેળાએ જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઈ ઉપપ્રમુખ, પંચાયતનાચેરમેન, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પંચાયતની તમામ શાખા અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહીને શુભ કામનોઓ પાઠવી હતી.