હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લામાં સુશાસન સપ્તાહ અંતર્ગત જિલ્લાના નાગરીકોને સાચા અર્થમાં સુશાસન સંકલ્પનાને સાકાર કરવા માટેનો કાર્યક્રમ એટલે સુશાસન સપ્તાહ. આણંદ ખાતે ડી. એન. હાઈસ્કૂલના મહાત્મા ગાંધી પ્રાર્થના ખંડ ખાતે સંસદ મિતેષભાઈ પટેલના અધ્યક્ષપદે સુશાસન સપ્તાહ અંતર્ગત આણંદ પ્રાંત કક્ષાના મહેસુલી સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો.
અધ્યક્ષપદેથી સંસદ મિતેષભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનામાં જણાવ્યું હતું કે,ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. વધુમાં તેમણે ઉમેરતાં જણાવ્યું હતું કે, સુસાશન એટલે સરકાર સામે ચાલીને નાગરીકોના પ્રશ્નોનું નિરાકરણ કરે તથા યોજનાકિય લાભો આપવામાં આવે તે છે.જે અન્વયે સમગ્ર સપ્તાહ દરમિયાન આણંદ જિલ્લાવહીવટી તંત્ર નાગરીકોને મૂંઝવતા પ્રશ્નોનું સકારાત્મક સમાધાન કરશે.
આ ઉપરાંત આણંદ જિલ્લાના કલેકટર તથા સમગ્ર વહીવટી તંત્ર દ્વારા જે પ્રકારે જિલ્લાના ૨૭૦ જેટલા ગામોમાં જઈને ગ્રામસભાઓ કરીને જે રીતે જિલ્લાના નાગરીકો સાથે પ્રત્યક્ષ સંવાદ કરીને તેમના સમસ્યાઓ સાંભળીને દૂર કરી તેની સરહાના પણ સંસદશ્રીએ કરી હતી.
આ ઉપરાંત તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે,સુશાન સપ્તાહ દરમિયાન જિલ્લાના દરેક નાગરીકને પ્રશ્નનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકરટ પ્રવીણ ચૌધરીએ ગુડ ગર્વનન્સ પ્રેક્ટિસને દર્શાવતું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું. જેમાં પ્રિન્સીપલ ઓફ ગુડ ગર્વનન્સના વિવિધ પેરામિટરનું વિસ્તૃત છણાવટ કરી હતી.આ પેરામિટરોમાં ટ્રાન્સપરન્સી, વિશ્વનિયતા, જવાબદારી,સભાનતાપૂર્ણ નિર્ણય, અસરકારતા, રુલ ઓફ લો અને લોકભાગીદારીનો સમાવેશ કરાયો હતો.
વધુમાં તેમણે ઉપસ્થિત લોકોને જણાવતા કહ્યું કે, સરકારની કોઈ પણ યોજનામાં કેન્દ્ર સ્થાને નાગરીકો જ હોય છે.આથી લોકભાગીદારી તથા લોકસહકાર વગર સુશાસન શક્ય નથી, તેમ તમણે જણાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં નિવાસી અધિક કલેકટર આર એસ દેસાઈએ સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતીઅને કાર્યક્રમની અંતે પ્રાંત અધિકારીશ્રી મયુર પરમારે આભારવિધી કરી હતી.
આ કાર્યક્રમમાં ક્ષતિ સુધારણા, સમાજ સુરક્ષા, વારસાઈ વગેરે સેવાના લાભ વિતરણ તથા ક્યુ આર કોડ દ્વારા પ્રતિભાવો મેળવવા માટેના પોર્ટલનું ઉદ્ધાટન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ સહીત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

