હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરી, ઇણાજ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં. કલેક્ટરએ આ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
ગીર સોમનાથ જિલ્લા કલેકટર કચેરી, ઇણાજ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્રારા પાણી, રોડ રસ્તા, જમીન માપણી અને હોમ સ્ટેની મંજૂરી સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં. આ પ્રશ્નોના ત્વરિત ઉકેલ આવે તે માટે કલેકટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.
ઉપરાંત ઊના ધારાસભ્યનો શાળામાં પીવાના પાણી અંગેના પ્રશ્નો રજૂ થયો હતો. જેમાં સુનિયોજીત આયોજન કરી અને સત્વરે પૂરતી વ્યવસ્થા કરી આપવા કલેક્ટરએ સંબધિત અધિકારીને સૂચના આપી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક જિલ્લા કલેકટર રાજેશ આલ, મદદનીશ સંરક્ષક વિકાસ યાદવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, વેરાવળ પ્રાંત અધિકારી વિનોદ જોશી, ઉના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયા, પુરવઠા અધિકારી પારસ વાંદા અને નાયબ કલેક્ટર એફ.જે.માકડા સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.