વીર નર્મદ દ.ગુજરાત યુનિ. ખાતે “ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ” ની ઉજવણી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, સુરત

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના એસ.ટી.સેલ અને સેન્ટર ફોર ટ્રાયબલ સ્ટડીઝના સંયુક્ત ઉપક્રમે ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતીની કુલપતિ ડૉ. કિશોરસિંહ એન.ચાવડા અધ્યક્ષતામાં “રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે કુલસચિવ ડૉ. રમેશદાન સી.ગઢવી ઉપસ્થિત રહ્યા હતા.

         આ પ્રસંગે ડૉ. કિશોરસિંહ ચાવડાએ ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતીની સૌને શુભકામનાઓ પાઠવીને જનજાતિ સમુદાયના વીરો વિશે વિદ્યાર્થીઓ અને સમાજને માહિતગાર કરવા યુનિવર્સિટી પરિસર તેમજ સંલગ્ન કોલેજો ખાતે કાર્યક્રમો આયોજિન કરવા જણાવ્યુ હતું. જે અંતર્ગત યુનિવર્સિટી દ્વારા તા.૧૪ થી ૩૦ નવેમ્બર, ૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાન જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવા માટે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. આગામી યુનિવર્સિટીના યુવક મહોત્સવમાં કળશયાત્રામાં ભગવાન બિરસા મુંડા અને રાણી દુર્ગવતી તેમજ અન્ય જનજાતિ વીરોની થીમ પર આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે જનજાતિ વીરોના જીવન અને જનજાતિ પરંપરાઓ વિષયે રાષ્ટ્રીય તેમજ આંતર રાષ્ટ્રીય સેમિનાર યોજી રિસર્ચ પ્રવૃત્તિ કરવા સૂચન કર્યું હતું.

          આ અવસરે યુનિવર્સિટી એસ.ટી. વિદ્યાર્થીઓના ડૉ. દિપક ભોયે દ્વારા જનજાતિ નાયક ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષ વિશે માહિતી આપવામાં આવી.

            કાર્યક્રમના અંતે શ્રી ગૌતમ આર. ગામિત દ્વારા જનજાતિ સમાજના વીરો વિશે ટૂંકમાં માહિતી આપી આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન સેન્ટર ફોર ટ્રાયબલ સ્ટડીઝના નોડલ અધિકારી ડૉ. મનીષ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

        આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના વહીવટી વિભાગના વડાશ્રીઓ, યુનિવર્સિટીના પ્રધ્યાપકો તથા વહીવટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment