હિન્દ ન્યુઝ, સુરત
૦૨ ઓક્ટોબર 2024ના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીએ ઝારખંડથી ‘ધરતી આખા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’નો પ્રારંભ કરાવ્યો છે.
5 વર્ષના તબક્કાવાર કાર્યોના અમલ કરવા માટે 15 નવેમ્બર 2024, શ્રી બિરસા મુંડાની 150 મી જન્મજયંતી ના શુભ દિનથી 26 નવેમ્બર 2024 સુધી આ પવિત્ર અભિયાન અંગેની લોકો સમક્ષ જનજાગૃતિ કરવામાં આવનારી છે. આ અભિયાન અંતર્ગત 17 મંત્રાલયોની વિવિધ 25 જેટલી યોજનાઓ એક સાથે દરેક ગામમાં ઘરે ઘર સુધી પહોંચાડવામાં આવશે. દરેક પરિવારને પાકુ ઘર, નળ ક્નેક્શન, આયુષ્યમાન ભારત કાર્ડ, સહિતની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવશે.