સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ ગામોમાં ૧૯૬ ‘આયુષ્યમાન આરોગ્ય શિબિર’ યોજાઇ: ૭૩૦૦ લાભાર્થીઓ લાભાન્વિત

વિકાસ સપ્તાહ ૨૦૨૪-સુરત જિલ્લો  

હિન્દ ન્યુઝ, સુરત 

રાજ્યવ્યાપી “વિકાસ સપ્તાહ”ની ઉજવણીના ભાગરૂપે સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સુરત જિલ્લાના વિવિધ ગામોમાં કુલ ૧૯૬ ‘આયુષ્યમાન આરોગ્ય શિબિર’ યોજાઇ. જેમાં વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરો દ્વારા દર્દીઓને ડાયાબિટીસ, હાયપરટેન્શન,ટી.બી, કેન્સર અને ચામડીના રોગો સહિતના રોગોની નિ:શુલ્ક પ્રાથમિક તપાસ અને સારવાર કરાઇ હતી. 

         જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સર્વરોગ નિદાન કેમ્પનો ૭૩૦૦ લાભાર્થીઓએ લાભ લઈ સારવાર મેળવી હતી. 

         સર્વ રોગ નિદાન કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર સર્વેશ્રીઓ, આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ જોડાયા હતા.  

Related posts

Leave a Comment