છાપરાભાઠા ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત પ્રધાનમંત્રી આવાસ યોજનાના EWS-૧ તથા EWS-૨ના આવાસો વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરાયો

હિન્દ ન્યુઝ, સુરત

    ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છાપરાભાઠા સ્થિત EWS-૧ અને EWS-૨ હેઠળ ૧૧૧ આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો યોજાયો હતો. ૪૨૦ જેટલી આવેલી અરજીઓનો કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો દ્વારા પરિવારોને પોતાના સ્વપ્નનું પાકા ઘરની છતની ફાળવણી કરવામાં આવી હતી.

                 આ પ્રસંગે મંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું કે, દરેક પરિવારનું ઘરના ઘરનું સ્વપ્ન હોય છે. સામાન્ય પરિવારનો મોભી પોતાનું સમગ્ર જીવન દરમિયાન મહેનત કરતો હોય છે પરંતુ ઘરનું સ્વપ્ન પૂર્ણ કરી શકતો નથી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના પરિણામે લાખો પરિવારોના સ્વપ્ન પરિપૂર્ણ થઈ રહ્યા છે. દેશમાં સૌ પ્રથમ નદી કિનારે વસતા હજારો પરિવારોને પાકી છત આપવાનું કાર્ય સરકારે કર્યું છે. દરેક માતા-પિતાની એક ઈચ્છા હોય કે મારા દીકરા-દીકરીને મુશ્કેલી ન વેઠવી પડે તેઓને પોતાનું ઘરનું ઘર બની જાય તેવું સ્વપ્ન હોય છે. જે પુર્ણ કરવાનું કાર્ય સરકાર કરી રહી છે. 

                વધુમાં મંત્રી એ કહ્યું હતું કે, સરકારની પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ડ્રાન્સફર (DBT) મારફત દ્વારા અનેક યોજનાનો લાભ સીધો જ લાભાર્થીના બેન્ક ખાતામાં મળતો થયો છે. આ સાથે આરોગ્ય, શિક્ષણ, રાશન, આવાસ, વિજળી સહિત પીવાના શુધ્ધ પાણીની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. વધુમાં હાજર સૌ નાગરિકોને જાગૃત થવા અનુરોધ કરતા કહ્યું હતું કે, પી.એમ. કિસાન યોજના અંતર્ગત ખેડૂત પરિવારોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં છ હજારની સહાય આપવામાં આવી રહી છે. ઓલપાડ તાલુકામાં અત્યાર સુધીમાં ગ્રામ્ય-શહેર વિસ્તારમાં ૧૫ હજારથી વધુ પરિવારોને પ્રધાનમંત્રી આવાસોની ફાળવણી કરવામાં આવી છે.        

               આ પ્રસંગે કોર્પોરેટર સર્વ રાજેન્દ્રભાઈ પટેલ, અજિતભાઈ પટેલ, ભાવિશાબેન પટેલ, ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ, કર્મચારીઓ સહિત આવાસ યોજનાના લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment