હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લામાં પ્રાથમિક આરોગ્યને વધુ મજબૂત કરવાની દિશામાં એક અગત્યની પહેલ “સાથી ટીમ” મેન્ટરીગ પ્રોગ્રામનુ ભાવનગરમાં લોન્ચીગ કરવામા આવ્યુ હતું. આ નવતર પ્રોગ્રામ પ્રથમવાર ભાવનગર ખાતે થઈ રહેલ છે. તા. 03 સપ્ટેમ્બર 2024 ના રોજ શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ મિની આર્ટ ગેલેરી હોલ ભાવનગર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણી કુમાર પ્રસાદની અધ્યક્ષતામા જ્હોન હોપકિંસ યુનિવર્સિટી દ્વારા તેમજ ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ગાંધીનગર, સ્ટેટ હેલ્થ સીસ્ટમ્સ રીસોર્સ સેન્ટર ગુજરાત અને આરોગ્ય વિભાગ ભાવનગરના સહયોગ થી ઇન્ડીયા પ્રાયમરી હેલ્થકેર સપોર્ટ ઇનીશીએટીવ પ્રોગ્રામના ભાગરૂપ મેન્ટરીંગ ઇનિશિએટિવનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ મેન્ટરીંગ પ્રોગ્રામમા સરકારી નર્સિંગ કોલેજ પણ અગત્યનો ભાગ ભજવેલ છે.
ભાવનગર જિલ્લાના પસંદ કરાયેલ 20 આયુષ્માન આરોગ્ય મંદિરના સી.એચ.ઓ, મ.પ.હે.વ, ફિ.હે.વ તેમજ તમામ આશા બહેનોને સોફ્ટ સ્કિલ, કોમ્યુનિકેશન સ્કિલ, ટીમ ભાવના વિક્સાવવી, આરોગ્યના ઇન્ડીકેટરમા નોંધપાત્ર સુધારો થાય, કોન્ફલિક્ટ રીસોલ્યુશન થાય જેવા વિવિધ પાસાઓને આવરી લઇ “સાથી ટીમ” મેન્ટરીગ પ્રોગ્રામ આગામી એક વર્ષ માટે કાર્યરત રહેશે. જેમા આયુષ્માન મેડીકલ ઓફિસર અને નર્સિંગ ટ્યુટર દ્વારા મેન્ટરીગ કરવામા આવશે.
આ કાર્યક્રમના લોન્ચીગ કાર્યક્રમમા ભાવનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણી કુમાર પ્રસાદ, જિલ્લા આર.સી.એચ અધિકારી ડૉ. કોકીલાબેન સોલંકી, જિલ્લા ક્વોલીટી એશ્યોરન્સ અધિકારી ડૉ એમ ડી માલવીયા, ડૉ મુકેશ પટેલ કોર્પોરેશન આર.સી.એચ અધિકારી, ડૉ તપસ્વી પુવાર – IIPH G, માધવી મિશ્રા જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમના દ્વારા મેન્ટી ને કીટ વિતરણ પણ કરવામા આવ્યુ હતુ.