હિન્દ ન્યુઝ, આણંદ
સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ ભારે વરસાદ હોય પૂર નિયંત્રણ એકમ કડાણા વિભાગના ફ્લડ સેલના ઇન્ચાર્જ અધિકારીના જણાવ્યા મુજબ કડાણા ડેમમાંથી અંદાજે ૧,૫૦,૦૦૦ કયુસેક જેટલું પાણી આજે સાંજે ૧૮-૦૦ કલાક સુધીમાં છોડવામાં આવનાર છે.
જેના પગલે આણંદ જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ અગમચેતીના ભાગરૂપે આણંદ જિલ્લાના નદી કાંઠા વિસ્તારના બોરસદ તાલુકાના ૦૮, આણંદ ગ્રામ્યના ૦૪, ઉમરેઠ તાલુકાના ૦૨ અને આંકલાવ તાલુકાના ૧૨ સહિત ૨૬ ગામોના લોકોને સતર્ક કરવામાં આવ્યા છે.
બોરસદ તાલુકાના ગામોમાં ગાજણા, સલોલ, કંકાપુરા, નાની શેરડી, કોઠીયાખાંડ, દહેવાણ, બદલપુર અને વાલવોડ, આણંદ તાલુકાના ખાનપુર, ખેરડા આકલાવડી, રાજુપુરા, ઉમરેઠ તાલુકાના પ્રતાપપુરા અને ખોરવાડ, આંકલાવ તાલુકાના ચમારા, બામણ ગામ, ઉમેટા, ખડોલ – ઉમેટા, સંખ્યાડ, કહાનવાડી, આમરોલ, ભાણપુર, આસારમા, નવાખલ, ભેટાસી વાટા અને ગંભીરા સહિત નિચાણવાળા વિસ્તારના ગામોના લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.