હિન્દ ન્યુઝ, સોમનાથ
શ્રાવણ માસમાં 2 અમાસ હોય પ્રથમ અને સોમવતી અમાવસ્યાના દિવસે સોમનાથ મહાદેવને 200 કિલો જેટલા વિવિધ પુષ્પોથી શૃંગાર કરવામાં આવ્યો હતો. દરેક રંગનું ફૂલનું પોતાનું એક અલગ મહત્વ ધરાવે છે. લાલ રંગ પ્રેમ અને ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. લાલ ફૂલો ભગવાન શિવને અર્પણ કરવાથી ભક્તિ વધે છે. ત્યારે સફેદ રંગ શાંતિ અને નિર્મળતાનું પ્રતીક છે. સફેદ ફૂલો શિવલિંગ પર ચઢાવવાથી મન શાંત થાય છે સાથે પીળા ફૂલો ભગવાન શિવને અર્પણ કરવાથી ધન અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. ગુલાબી ફૂલો ભગવાન શિવને અર્પણ કરવાથી ભક્તનું મન ભગવાનમાં લીન થાય છે. કેસરિયું ફૂલો શિવલિંગ પર ચઢાવવાથી ત્યાગની ભાવના વધે છે.