ભારે વરસાદ બાદ છોટાઉદેપુર જિલ્લામાં ખેત પાકોની પરિસ્થિતિ જાણવા ખેતીવાડી વિભાગની ૫૯ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો

હિન્દન્યુઝ, છોટાઉદેપુર

     છોટાઉદેપુર જિલ્લામાં વીતેલા થોડા દિવસમાં ભારે વરસાદ પડતા ખેતરોમાં ઉભા પાકની પરિસ્થિતિ જાણવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારી ના માર્ગદર્શન તાલુકા/ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ સેવક – વિસ્તરણ અધિકારી ની ૫૯ ટીમ બનાવવામાં આવી છે. આ તમામ ટીમ દ્વારા સર્વે હાથ ધરીને વાસ્તવિકતાલક્ષી રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત જિલ્લામાં વધુ વરસાદને કારણે પાકની પરિસ્થિતિનો પ્રાથમિક અંદાજ મેળવવા જિલ્લા ખેતીવાડી અધિકારી, મદદનીશ ખેતી નિયામક, વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવકશ્રી તેમજ ખેતીવાડી વિભાગના ક્ષેત્રીય સ્ટાફ દ્વારા ખેતરોની મુલાકાત લઇ ખેતરમાંથી વધારાના પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવા અંગે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

Related posts

Leave a Comment