હિન્દ ન્યુઝ, દીવ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ માં પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી. આ સોમનાથ મહાદેવ મંદિર 550 થી પણ વધુ પૌરાણિક મંદિર છે. શ્રાવણ માસ ના પ્રથમ દિવસે શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તો ની ભીડ જોવા મળે છે. વેહલી સવારે મંગલા આરતી ના દર્શન કરવા માટે મોટી સંખ્યા માં ભક્તો આવી પૂજા અર્ચના કરી. આ પૌરાણિક સોમનાથ મંદિર માં ભક્તો ની ખુબ શ્રદ્ધા જોવા મળે છે. શ્રાવણ મહિનાનંદ્રમિયાં મંદિરમાં રૂદ્રા અભિષેક તેમજ આખો મહિનો દીપમાળા નું આયોજન પણ પૂજારી શ્રી દ્વારા કરવામાં આવે છે.
શ્રાવણ મહિના પ્રથમ સોમવાર થી ભાખરીયા સોમવાર સાકરીયા સોમવાર અને સોળ સોમવારના વ્રતનું પણ પ્રારંભ થાય છે આ વ્રત સૌભાગ્યવતી બહેનો પોતાના પતિના લાંબા આયુષ્ય અને ઘરમાં સુખ શાંતિ માટે આ વ્રત કરે છે અને દીવ ખાતે સોમનાથ મહાદેવ નાં દર્શન કરી ધન્યતા અનુભવે છે.
રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડયા, દીવ