જામનગરમાં પટેલ એકેડમી સ્કુલમાં બાળકો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર 

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન તળે DHEW અંતર્ગત પટેલ એકેડમી સ્કૂલ ખાતે 100 દિવસીય સ્પેશિયલ એનરોલમેન્ટ ડ્રાઈવ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી, મહિલાઓને વિવિધ યોજના અંગેની માહિતી, રાજ્ય સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓ વિષે માહિતી, ગુડ ટચ એન્ડ બેડ ટચ, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન, 181 મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર, આરોગ્ય હેલ્પલાઈન નંબર, નારી અદાલત, વહાલી દીકરી યોજના વગેરે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

ઉક્ત કાર્યક્રમમાં શાળાના આચાર્ય નિલેશભાઈ પંડયા, અસ્મિતાબેન સાદીયા, મેઘભાઈ આચાર્ય, શાળાના શિક્ષકગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Advt.

 

 

 

 

 

Related posts

Leave a Comment