દિયોદર,
જય હિન્દ કોલેજમાં મહારાષ્ટ્ર માં મહેશ સોલંકી એ ૧૨ માં ધોરણમાં કોમર્સ શાખામાં ૮૯.૩૮% મેળવ્યા છે. મહેશ ના પિતા ગુલાબભાઈ સ્ટેશનરી બિઝનેસમાં છે અને માતા રાસ્મિબેન ગૃહિણી છે. વૈષ્ણવ રાવણા રાજપુત આ પરિવાર નું વતન ફતેગઢ કચ્છ છે અને હાલમાં તેઓ મહારાષ્ટ્ર ધોબી તળાવ મરીન લાઈન્સ ખાતે રહે છે. ચાર્ટડ એકાઉન્ટન્ટ બનાવવાની ઇચ્છા ધરાવતા મહેશે ધોરણ ૧૦ માં પણ ૯૨ ટકા મેળવ્યા હતા. પોતાની સફળતાનું શ્રેય એ માતા-પિતા અને મોટી બહેન વૈશાલી ને આપે છે. જેણે પરીક્ષાની તૈયારી કરવામાં ટાઈમ ટેબલ બનાવવામાં ઘણી મદદ કરી હતી મહેશે પરીક્ષા પહેલા ત્રણ થી ચાર વાર રિવિઝન કર્યુ હતું અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા એ કહે છે કે સ્ટડી ને બર્ડન ન સમજો નવું નવું શીખવા મળે છે. એમ સમજી રસપૂર્વક અભ્યાસ કરો તેમજ તેણે તેમના કુટુંબ અને સમાજ નું ગૌરવ વધારીયું છે.
રિપોર્ટર : પ્રદીપસિંહ વાઘેલા, દિયોદર