જસદણ નગરપાલિકાની ગંભીર બેદરકારી આવી સામે

હિન્દ ન્યુઝ, જસદણ 

        જસદણ નગરપાલિકા દ્વારા જૂની નગરપાલિકાની જગ્યામાં નંદીઘરમાં રખડતા ઢોર ને સાચવવામાં આવી રહ્યા છે ઢોરને નિભાવવા માટે સરકાર તરફથી સારો એવો ખર્ચ પણ કરવામાં આવે છે તેમ છતા ઢોરને સાચવવામાં જસદણ નગરપાલિકા સદંતર નિષ્ફળ નિવડી છે પાંચેક દિવસ પહેલા નંદીઘર ખાતે કોઈ કારણોસર ઢોરનું મૃત્યુ થતા મૃત ઢોરની વિધી કરવામાં જસદણ નગરપાલિકા તંત્ર આળસ દાખવતા અન્ય પશુઓએ મૃત ઢોરને ચૂંથી નાખતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાતા ગૌ રક્ષક ટીમ રાજકોટના જીવદયા પ્રેમી કેતનભાઈ સંઘવી ભરતભાઈ આહીર નિલેશભાઈ આહીર સહિતના જીવદયા પ્રેમીઓ જસદણ પ્રાંત કચેરી ખાતે દોડી આવ્યા હતા અને પ્રાંત અધિકારી અને ચિફ ઓફિસરને રજૂઆતો કરી આવો બનાવ ભવિષ્યમાં ન બને અને સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જસદણ નગરપાલિકાના જવાબદાર બાબુઓ સામે પગલા લેવા માંગણી કરી હતી.

રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Related posts

Leave a Comment