ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગ સાથે થેલેસિમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, રાજકોટ

        ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકા કર્મચારી પરિષદ દ્વારા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન, રાજકોટના સહયોગ સાથે આજે તા. ૦૧-૦૫-૨૦૨૩ના રોજ ડૉ. આંબેડકર ભવન, સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજના કરવામાં આવ્યું હતું, જેમાં બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં ૬૧ થી વધુ મહાનગરપાલિકાના અધિકારીઓ / કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું કયું. મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર આનંદ પટેલ દ્વારા બ્લડ ડોનેટ કરનાર રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ / કર્મચારીઓનું અભિવાદન કર્યું હતું.

        રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિશનર અનિલ ધામેલિયા, સુરક્ષા અધિકારી આર. બી ઝાલા, આસી. મેનેજર વત્સલ પટેલ સહિતના અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા થેલેસિમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ કરી બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કર્યું હતું. આ કેમ્પમાં રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ કર્મચારીઓના પ્રાથમિક આરોગ્યની પણ ચકાસણી કરી આપવામાં આવી હતી.

Related posts

Leave a Comment