ડાંગ જિલ્લામાં તા.૮મી ફેબ્રુઆરીથી પ્રારંભાયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨’ એ જિલ્લાની ૩૬ ગ્રામ પંચાયતોને લાભાન્વિત કર્યા

હિન્દ ન્યુઝ,  ડાંગ

    દેશભરમાં કેન્દ્ર સરકારની યોજનાઓના લાભો અને તેની જાણકારી વંચિતો સુધી પહોંચાડવાના હેતુથી એક અભૂતપૂર્વ પહેલ કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગત તા.૧૫મી નવેમ્બર ને ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ઝારખંડના ખૂંટીથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ની શરૂઆત કરી છે. સરકારની મુખ્ય યોજનાઓ વિશે નાગરિકોને માહિતગાર કરી તેમને સશક્ત બનાવવા માટે આરંભાયેલી આ યાત્રાનો હેતુ, વ્યાપક જનજાગૃતિ લાવવા સાથે કલ્યાણ કાર્યક્રમોનો લાભ સીધો લોકો સુધી પહોંચાડવાનો છે. સરકારની વિવિધ યોજનાઓનો સંદેશ લઈને ખાસ તૈયાર કરાયેલી આઈ.ઈ.સી. વાનના સાન્નિધ્યે, અનેકવિધ યોજનાકીય લાભો એનાયત કરવા સાથે, પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી, આરોગ્ય કેમ્પ, પશુ મેળાઓ, માહિતીપ્રદ સ્ટોલ્સ નિદર્શન, સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે જનજાગૃતિ કાર્યક્રમો, વડાપ્રધાનશ્રીના ૨૦૪૭ના વિકસિત ભારતના સ્વપ્નને દર્શાવતી ફિલ્મનું નિદર્શન, પ્રાકૃતિક ખેતીનો સંદેશ આપતી ‘ધરતી કરે પુકાર’ ફિલ્મ નિદર્શન જેવા શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.દરમિયાન ડાંગ જિલ્લામાં પણ તા.૧૫ નવેમ્બરથી બે રથો સાથે પ્રારંભાયેલી આ યાત્રા જિલ્લાની તમામે તમામ ૧૦૦ ગ્રામ પંચાયતોમા પહોચી હતી. જયાં તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્થાનિક પદાધિકારીઓ, સામાજિક કાર્યકરો, જાગૃત અને બુદ્ધિજીવી નાગરિકોએ યાત્રામાં જોડાઈને, ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા છે. અત્યાર સુધી આ યાત્રામાં ૨૯ હજાર ૯૬૭ થી વધુ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. જે બાદ ડાંગ જિલ્લામા ફરી વાર ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨’નો તારીખ ૮મી ફેબ્રઆરીથી પ્રારંભ કરવામા આવ્યો હતો. જેમા કુલ ૩૬ ગ્રામ પંચાયતોનો સમાવેશ કરવામા આવ્યો હતો. આ યાત્રામા કુલ ૧૬ હજાર ૭૭૮ લોકો જોડાયા હતા. ડાંગ જિલ્લાના દુર્ગમ અંતરિયાળ વિસ્તારમાં ભ્રમણ કરી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨’ સાથે જે તે ગામોમાં કાર્યક્રમના સ્થળે જુદા જુદા વિભાગોના પ્રદર્શન સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. દરમિયાન ‘માય ભારત’ અંતર્ગત ૭૪ જેટલા સ્વયં સેવકોની નોંધણી કરવામા આવી હતી. ઉપરાંત મહિલાઓ, વિદ્યાર્થીઓ અને રમતવીરોનું સન્માન પણ કરવામા આવ્યુ હતુ. સાથે ૩૬ સ્થળોએ ડ્રોન નિદર્શન, અને ૧૦૮થી વધુ લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પોતાની સફળતા વર્ણવી હતી. સાથે સાથે યાત્રાના તમામ ગામોમાં સોઇલ હેલ્થ કાર્ડ નિદર્શન, અને જૈવિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપના કાર્યક્રમો પણ યોજાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના છેવાડે મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલા ડાંગ જિલ્લામાં કેન્દ્ર પુરસ્કૃત શ્રેણીબદ્ધ યોજનાઓનું સફળ અમલીકરણ થઈ રહ્યું છે. જેનો લાભ લઈ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ પોતાનો આર્થિક અને સામાજિક ઉત્કર્ષ સાધી રહ્યા છે. દરમિયાન આ યાત્રા સાથે તમામે તમામ સ્થળોએ વિશેષ આરોગ્ય કેમ્પ આયોજિત કરાયા હતા. જેનો ૮ હજાર ૭૦૪ લોકોએ લાભ લીધો છે. જે પૈકી ૯૧૮ ગ્રામજનોનું ટી.બી.સ્ક્રિનિંગ, અને ૪૫૯ લોકોનું સિકલસેલનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. તો ૫૮૯ લાભાર્થીઓને નવા આયુષ્માન કાર્ડ વિતરિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડાંગ જિલ્લાની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ સાથે ‘પશુ સારવાર કેમ્પ’ પણ યોજવામા આવ્યા હતા. જેમા પશુઓની સારવાર સાથે તેમનું રસીકરણ, ખસિકરણ, અને યોજનાકીય લાભોનું વિતરણ તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓની નોંધણી પણ હાથ ધરવામાં આવી હતી. યાત્રા સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વ્યાપક જનજાગૃતિ કેળવવાના ભાગરૂપે ‘ભવાઈ’ ના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોના માધ્યમથી ગ્રામીણ પ્રજાજનોને ‘સ્વચ્છતા હી સેવા’ નો સંદેશ પાઠવવામાં આવી રહ્યો છે.આઝાદીના ૭પ વર્ષમા ભારત કયાં પહોચ્યુ, અને આવનારા રપ વર્ષમા ભારતને “વિશ્વગુરૂ” બનાવવાના લક્ષ્ય સાથે દેશની આઝાદીની શતાબ્દી ઉજવણીની પીઠીકા પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે તૈયાર કરી છે. ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ’ની પૂર્ણાહુતિ સાથે દેશમાં ‘મારી માટી, મારો દેશ’ અને ‘વિરો ને વંદન, ધરતી ને નમન’ તથા ‘હર ઘર તિરંગા’ ના શ્રેણીબદ્ધ કાર્યક્રમો પણ સફળતાપૂર્વક દેશ આખામાં ઉજવાયા છે. ડાંગ જિલ્લામાં પણ તમામે તમામ સો પંચાયતોમાં, આવા તમામ કાર્યક્રમોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આઝાદી માટે વિતાવેલા ૭૫ વર્ષ અને આઝાદીની જંગ આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે. ત્યારે ‘આઝાદીની શતાબ્દી’ માટે ૭૫ વર્ષનુ પર્વ એ દિશામા મજબૂતી સાથે આગળ ધપવા, આપણા સૌ માટે એક દિશાદર્શક બની રહેશે, પ્રેરક બની રહેશે. તથા પુરૂષાર્થની ભાવના જગાડનારૂ બની રહેશે. આ ઐતિહાસિક પર્વ માટે દેશે રૂપરેખા તૈયાર કરી છે, અને તેને વધુ સમૃધ્ધ બનાવવાની દિશામા તેનો પ્રારંભ પણ થયો છે. સમય જતા આ તમામ યોજનાઓ વધુ ધારદાર બનશે, વધુ અસરકારક બનશે, અને પ્રેરણાદાયક તો હશે જ. કે જેના કારણે આપણી વર્તમાન પેઢી, કે જેમને દેશ માટે ફના થવાનો મોકો નથી મળ્યો, તે પેઢીમા પણ આવી ભાવના પ્રબળ થાય, તો આપણે વર્ષ ૨૦૪૭ મા, દેશની આઝાદીના જ્યારે ૧૦૦ વર્ષ પૂરા થશે ત્યારે, દેશને જ્યાં લઈ જવા માંગીએ છીએ, તે સપના પૂરા કરવા માટે સમગ્ર દેશ આગળ આવશે. દેશમા થઈ રહેલા નવા નવા નિર્ણયો, નવી નવી વિચારધારા, આત્મનિર્ભર ભારત જેવા સંકલ્પ, સાંસ્કૃતિક ધરોહરોનો જીર્ણોદ્ધાર, G20 ની યજમાની, ચંદ્રયાન-૩, આદિત્ય-એલ ૧ આવા પ્રયાસોનુ જ સાકાર રૂપ છે. પ્રધાનમંત્રીશ્રીના સને ૨૦૪૭ના વિકસિત ભારતના લક્ષ્યની પૂર્તિ માટે, ડાંગ જિલ્લા વહીવટી તંત્ર પુરી નિષ્ઠા અને પારદર્શિતા સાથે, ડાંગ જિલ્લાને પણ દરેક ક્ષેત્રે વિકસિત બનાવવા માટે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસ, અને હવે સૌના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે જિલ્લા કલેકટર મહેશ પટેલ, તેમજ VBSYના જિલ્લાના નોડલ ઓફિસર હિરલ પટેલ, તાલુકા કક્ષાના નોડલ ઓફિસરોઓ તથા તેમની ટિમ દ્વારા ડાંગ જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ શાંતિપુર્ણ માહોલમા પૂર્ણ કરાઈ છે. 

Related posts

Leave a Comment