હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મેરી કહાની મેરી જુબાની અન્વયે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાના લાભાર્થી નજમાબેન નિયાતરે પોતાનો સુખદ અનુભવ વર્ણવતા કહ્યું કે, હું પહેલાં ચૂલા પર રસોઈ બનાવતી હતી જેથી ઘણીબધી વાર લાગતી હતી, ધુમાડો આંખોમાં આવતો હોવાથી ઘણી વખત આંખોમાં બળતરા થતી હતી પરંતુ આના સિવાય અમારી પાસે અન્ય વિકલ્પ પણ ન હતો. પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનો અમને લાભ મળતા ધુમાડામાંથી અમને કાયમી મુક્તિ મળવાની સાથે સમયસર અને ઝડપી રસોઈ પણ બનાવી શકીએ છીએ. આ યોજનાનો લાભ મળવા બદલ લાભાર્થી નજમાબેને સરકારનો આભાર માની અન્ય લાભાર્થીઓને પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું.
રિપોર્ટર : અલ્તાફ મીણાપરા, બોટાદ