આયુષ્માન ભવઃ – ગીર-સોમનાથ જિલ્લાના લોકો માટે યોજાશે આરોગ્ય મેળાઓ

હિન્દ ન્યુઝ,  ગીર-સોમનાથ 

     રાષ્ટ્રપતિ દ્વારા આયુષ્માન ભવઃ કાર્યક્રમ વર્ચ્યુઅલ લોન્ચિંગ કરવામાં આવ્યુ છે. ગીર સોમનાથ જિલ્લાના ૨૦૦ થી પણ વધારે આરોગ્ય સંસ્થાઓમાં આ કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમ અનુસંધાને તા. ૧૭ સપ્ટે. થી ૦૨ ઓકટો. સુધી ગીર સોમનાથ જિલ્લાની તમામ આરોગ્ય સંસ્થાઓમાં લોકોના આરોગ્ય સાથે સંકળાયેલી તમામ કામગીરી એક ઝુંબેશના સ્વરૂપે આરોગ્ય કર્મીઓ દ્વારા કરવામાં આવશે. જેમાં આભા કાર્ડ આયુષ્માન કાર્ડ બનાવવા એનસીડી સ્ક્રીનીંગ ટીબી રોગ રક્તપિત કામળો જેવાં રોગોનું સ્કીનગ માતા બાળ આરોગ્ય અને પોષણ સેવાઓ માનસિક આરોગ્ય સંભાર સેવાઓ વૃદ્ધ સંભાર સેવાઓ તેની સેવાઓ જીવનશૈલી કાઉન્સેલિંગ યોગ્ય આહાર પરામશ સામૂહિક આરોગય કેન્દ્રઉપર સર્વે રોગ નિદાન કેમ્પ ગામ લેવલે સભાઓ રક્ત દાન સહિતની કામગીરીનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો અરૂણ રોયના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે. જેથી આ સેવાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચી તે માટે આગેવાનો સામાજિક કાર્યકરો સેવાભાવિ સંસ્થાઓ પણ સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment