ઓગસ્ટ માસ દરમ્યાન થયેલ કામગીરી: ૬૫-મિલ્કતો સીલ, ૪૪૬૮- મિલ્કતોને નોટીસ, ૩-નળ કનેકશન ક્પાત અને ૯.૬૬ કરોડની રિકવરી

હિન્દ ન્યુઝ, રાજકોટ 

આજ દિન સુધિની આવક રીકવરી રૂા. ૨૩૨.૩૧ કરોડ

 રીકવરી ઝુંબેશ:

    રાજકોટ મહાનગરપાલિકા દ્રારા મિલ્કતવેરા ના બાકીદારો ને રાહત મળી રહે તે હેતુ થી વર્ષ ૨૦૨૩/૨૪ ના વર્ષ થી વાર્ષિક ધોરણે પાંચ હપ્તા થી બાકી વેરો નિયત સમય મર્યાદા માં ભરપાઈ થવાથી મિલ્કતવેરા માં ચડત થતું દૈનિક વ્યાજ બંધ થાય તે માટે “વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ” અમલ માં મુકવામાં આવેલ હતી. આ સ્કીમ માં નોંધાયેલ થયેલ તમામ મિલ્કતધારકો ને ચાલુ સાલ ૨૦૨૩/૨૪ માં બાકી રહેતો હપ્તો તા. ૩૦/૦૯/૨૦૨૩ સુધી ભરપાઈ કરી આપવા જાણ કરવામાં આવે છે. જેમાં ચૂક થયે ફરીથી બાકી રકમ પર દૈનિક વ્યાજ ની ગણતરી શરૂ થતી હોય છે તેમજ આ રકમ વસૂલ લેવા માટે મિલકત નું સીલીંગ–નળ કનેકશન કપાત સહિત ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેથી આ કડક કાર્યવાહી થી બચવા મિલ્કતધારકો ને તેઓ ને ભરવાપાત્ર બીજો હપ્તો તા ૩૦/૦૯/૨૦૨૩ સુધી માં ચૂકતે કરવા અનુરોધ કરવામાં આવે છે.

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર શ્રી આનંદ પટેલની સૂચના અનુસાર વેરા વસૂલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી –

ઓગસ્ટ માસ સુધીમાં થયેલ કામગીરી ૬૫-મિલ્કતોને સીલ કરેલ તથા ૪૪૬૮- મિલ્કતોને નોટીસ આપેલ ૩-નળ કનેકશન ક્પાત કરેલ રીકવરી ૯.૬૬ કરોડ. આજ દિન સુધિની આવક રીકવરી રૂા. ૨૩૨.૩૧ કરોડ રીકવરી 

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી,મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા આસી.કમિશ્નર સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Related posts

Leave a Comment