હિન્દ ન્યુઝ,
બીલીમોરા નગરપાલિકા માં મારી માટીને નમન, વીરો ને વંદન, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રેલીનું આયોજન કરવામાં આવેલ. તા. 12 ઓગસ્ટના રોજ જિલ્લા યુવા વિકાસ અધિકારી નવસારી જિલ્લા રમત ગમત સાંસ્કૃતિક કચેરી અને બીલીમોરા નગરપાલિકા દ્વારા મેરી માટી મેરા દેશ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત રેલીનો કાર્યક્રમ બીલીમોરા ટાટા હાઇસ્કુલ થી બીલીમોરા સ્ટેશન મસ્જિદ થઈ ગોહરબાગ થી સોમનાથ રોડ નગરપાલિકાના તળાવ પાસે રેલીનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્યાં પહોંચીને મારી માટી મારો દેશ માટીને નમન કરી વીરોને વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી એને માટીને કળશમાં અર્પિત કરી હતી એને ત્યારબાદ ધ્વજ વંદન કરી ઝંડાને સલામી આપી હતી અને વીરો ની યાદ માં હરિયાલી ગ્રુપના દ્વારા દરેક અતિથિ ઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ બીલીમોરા સોમનાથ ચુનીલાલ સંસ્કૃતિ હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપીી. અતિથિ દ્વારા બાળકોને દેશની સંસ્કૃતિ વિશે ઉદબોધન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાળકો દ્વારા રાષ્ટ્ર ભક્તિના ગીતો પર ડાન્સ કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જતાં ત્યારબાદ ગામના રાજ્યકક્ષાએ રમતગમતના સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં વિજેતા બની આવેલા ભાઈઓ બહેનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને એમની સાથે બીલીમોરા શહેર સંગઠનના સભ્યો અને નગરપાલિકાના સભ્યો અને ભૂતપૂર્વ પ્રમુખ અને નવસારી જિલ્લાના અધિકારીઓ અને બીલીમોરા પોલીસ સ્ટેશન ના પી.આઈ તેજસ ગઢવી અને એમનો પોલીસ સ્ટાફ, હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળ દ્વારા સરસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો એ બદલ દરેક અધિકારીઓ અને બીલીમોરા નગરપાલિકા દ્વારા શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન નવસારી જિલ્લાના વહીવટદાર, અમિતભાઈ એસ ચૌધરી અને તેમની ટીમ દ્વારા સફળ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : જયદીપ રાવલ