મહીસાગર જિલ્લાની કડાણા ડેમ અને ભાદર ડેમની મુલાકાત લેતા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

હિન્દ ન્યુઝ, મહીસાગર

ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મહીસાગર જિલ્લાની મુલાકાત લીધી હતી મુલાકાતમાં ખાનપુર તાલુકાના બામરોડા ખાતે કારંટા સુધારણા યોજના અને ખેરોલી ખાતે સુધારણા યોજનાની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. જિલ્લામાં આવેલ ભાદર ડેમ અને કડાણા ડેમની રૂબરૂ મુલાકાત લઈ ડેમની સ્થિતિની માહિતી મેળવી જરૂરી દિશા નિર્દેશ કર્યા હતા.

જે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હશે એ ગામમાં સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના ખુબજ લાભદાયી નીવડશે અને આ વિસ્તારના પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે. કારંટા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ૬૯ ગામોને અને ખેરોલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત ૫૩ જેટલા ગામોને સુધ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થશેે. હાલ સુધારણા યોજના કામગીરી પ્રગતિ હેઠળ છે જે કામગીરી ટૂંક સમયમાં પૂરું કરી વહેલી તકે લાભ આપવામાં આવશે.

આ મુલાકાત દરમ્યાન બાલાસિનોર ધારાસભ્ય માનસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક અને કાળુભાઈ માલીવાડ ,પાણી પુરવઠા અધિકારી ગામના સરપંચ , ગ્રામજનો સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

 

Related posts

Leave a Comment