હિન્દ ન્યુઝ, સોમનાથ
અષાઢ વદ તેરસ એટલેકે માસિક શિવરાત્રીના અવસર પર શ્રી સોમનાથ મંદિરની આર્વચીન પ્રણાલિકા અનુસાર માસિક શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હજારો ભક્તોથી ઉભરાતું મંદિર પરિસર શિવ આરાધનાનું પરમધામ બન્યું હતું.
શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ, રાજ્યના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સામજિક ન્યાય સહકારિતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવોએ માસિક શિવરાત્રીની પ્રણાલિકા અનુસાર વિશેષ જ્યોત પૂજન કર્યું હતું. આ તકે મોટી માત્રામાં ભક્તો જ્યોતપુજામાં જોડાયા હતા.
આ તકે સ્થાનિક ભક્તો તેમજ રાજ્ય અને દેશ ભરમાંથી આવનારા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવની જ્યોત પૂજામાં જોડાયા હતા. રાત્રિના 12:00 કલાકે સોમનાથ મહાદેવની મહા આરતી કરવામાં આવી હતી. મંદિર રાત્રિના 1 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવ્યું હતું જેથી ભાવિકો મહાદેવના માસિક શિવરાત્રીના અલૌકિક દર્શન સરળતા પૂર્વક મેળવી શક્યા હતા.