છેવાડાના ગામડાની સરકારી હાઇસ્કૂલમાં “યોગ 2023” ની પ્રતિકૃતિ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, ભાવનગર

સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે મહુવા તાલુકાની સરકારી હાઇસ્કૂલ-ગળથરમાં અનોખા અભિગમ સાથે યોગ 2023 ની પ્રતિકૃતિ બનાવીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સરકારી હાઇસ્કૂલ-ગળથર દ્વારા અનોખા અભિગમ અને કંઇક અલગ વિચાર સાથે યોગા કરીને સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ તકે શાળાના આચાર્ય શનીભાઈ ટાટમિયા એ જણાવ્યું હતું કે આ વર્ષની યોગની થીમ વસુધેવ કુટુંબકમની છે ત્યારે શાળામાં આવતા બાળકો અને શિક્ષકો એક પરિવારની જેમ રહે છે અને શાળાની દરેક પ્રવૃત્તિમાં ગામના લોકો પણ પરિવારની જેમ સહયોગ આપે છે ત્યારે યોગ કરવા માટે બધાનો સહયોગ પ્રાપ્ત થયો છે.ઉપરાંત તેઓએ યોગ અને સંસ્કૃતિનું મહત્વ સમજાવેલ હતું આજરોજ સરકારી હાઈસ્કૂલ-ગળથરમાં વિશ્વ યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં 320 જેટલા વિદ્યાર્થીઓ અને 8 શિક્ષકો દ્વારા યોગ કરવામાં આવ્યા હતા. ગળથર હાઇસ્કૂલના શિક્ષક રાજેશભાઇ ચૌહાણ અને માધુરીબેને વિદ્યાર્થીઓને યોગ અને પ્રાણાયામ કરાવેલ હતા.

 

Related posts

Leave a Comment