ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વતૈયારીઓને અનુલક્ષી મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

         એક પૃથ્વીએક સ્વાસ્થ્યથીમ પર ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થવા જઈ રહી છે. જે અંતર્ગત ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર એચ.કે.વઢવાણિયાની અધ્યક્ષતામાં યોગ દિવસની સુનિયોજિત રીતે ઉજવણી થાય તે અંગે મિટિંગ યોજવામાં આવી હતી.

યોગ એ ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. ૨૧મી જૂનના રોજ સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે થનાર નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પૂર્વતૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટરએ સંબંધિત વિવિધ વિભાગના શીર્ષ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા અને સમગ્ર જિલ્લામાં વધુમાં વધુ લોકો પોતાની ભાગીદારી નોંધાવે તેમજ સુનિયોજીત રીતે તમામ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

સરકાર દ્વારા વિશાળ જનભાગીદારી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે થાય તેવું નક્કી કરવામાં આવેલ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પણ નગરપાલિકા, શાળા, કોલેજ સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, એનજીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાય તે હેતુસર કલેક્ટરના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતિઓની રચના કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ તકે, જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે, જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, જિલ્લા યુવા વિકાસ અધિકારી મકવાણા, જિલ્લા રમત અધિકારી કાનજી ભાલિયા, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, પ્રાંત અધિકારી કે.વી.બાટી તેમજ જે.એમ.રાવલ સહિત શીર્ષ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment