‘સુજલામ સુફલામ અભિયાન’નો પ્રારંભ થતા ધરતીપુત્રોમાં ખુશીની હેલી

હિન્દ ન્યુઝ, બારડોલી

        રાજ્યભરમાં ભૂગર્ભ જળનું સ્તર ઊંચુ આવે અને વરસાદી પાણીનો વધુ સંગ્રહ થાય તેવા હેતુથી રાજ્યવ્યાપી ‘સુજલામસુફલામ જળ અભિયાન’નો પ્રાંરભ થયો છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબલા ગામના ખેડુતોમાં ભર ફાગણીએ ખુશીની હેલીખીલી ઉઠી છે. બાબલા ગામના ૬૬ વર્ષિય ખેડુત નરેશભાઈ પટેલ જણાવ્યું હતું કે, વર્ષાથી વરસાદ આધારીત ખેતી કરતા આવ્યા છીએએટલે સ્વાભાવિક છે કે જળનો એક માત્ર સ્ત્રોત વરસાદ હોય છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવોને ઊંડાઈ વધારીને વધુપાણીનો સંગ્રહ થાય તે માટે આ જળ સંચય-જળ સંગ્રહ અભિયાન ર૦૧૮ના વર્ષથી ઝૂંબેશ સ્વરૂપે ચાલી રહ્યું છે તેને આ બારડોલીતાલુકાના બાબલા ગામના ખેડુતોએ મહોત્સવની માફક ઉજવણી કરીને યથાયોગ્ય શ્રમયોગદાન આપીને ગામની એકતા એક ઉદાહરણપુરુ પાડ્યું છે. વધુમાં ખેડુત નરેશભાઈ પટેલે કહ્યું કે, ‘પાણીના એક એક ટીપે ટીપા માંથી બને છે મહાસાગર, પાણીથી જ થાય છે જીવનઉજાગર.’ એ સૂત્રને સાર્થક કરવા ગામમાં રહેતા મોભીઓએ આવનારી પેઢીને વારસામાં ભેટ આપી છે.

Related posts

Leave a Comment