106-ગઢડા અને 107-બોટાદ મતદાર વિભાગમાં કુલ 14 મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત થશે

હિન્દ ન્યુઝ, બોટાદ

વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બોટાદ જિલ્લામાં મહિલાઓ મતદાન કરવા માટે પ્રેરાય અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ 106-ગઢડા મતદાર વિભાગમાં 7 અને 107-બોટાદ મતદાર વિભાગમાં 7 મળીને કુલ 14 મતદાન મથકો “ખાસ સખી મતદાન મથક” તરીકે કાર્યરત થશે.

106-ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં 64-વલ્લભીપુર-1, 70 વલ્લભીપુર-7, 99 હરીપર-2,118-બોડકી, 124- વિરડી, 240-ઉમરાળા-4 પોલીસ સ્ટેશન પાસે અને 242-ઉમરાળા-6, ઉતરા ચોક સહિતના મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત કરવામાં આવશે. જ્યારે 107-બોટાદ વિધાનસભા મતદાર વિભાગની વાત કરીયે તો તેમાં 174-બોટાદ-34 હિફલી, 178-બોટાદ-38 મંગળપરા, 198-બોટાદ-58 ખારામા, 201-બોટાદ-61 ઉમિયાનગર, 225-બોટાદ-85 અવેડાગેટ, 243-બોટાદ-103 ભગવાનપરા, 245-બોટાદ-105 ગઢડા રોડ મતદાન મથક સખી મતદાન મથક તરીકે કાર્યરત કરાશે. આ મતદાન મથકોમાં ચૂંટણીને લગતી તમામ કામગીરી મહિલાઓ દ્વારા કરવા આવશે.

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે બોટાદ જિલ્લામાં 106-ગઢડા વિધાનસભા મતવિસ્તારમાં કુલ નોંધાયેલાં મહિલા મતદારોની સંખ્યા 1,27,530 અને 107-બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં 1,40,556 મળીને કુલ 2,68,086 નોંધાયેલા મહિલા મતદારો છે. ત્યારે આ “અવસર”માં બોટાદ જિલ્લાનાં વધુમાં વધુ મહિલાઓ જોડાય તેમજ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીનાં મહાપર્વમાં સહભાગી થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા સવિશેષ કામગીરી કરવામાં આવી રહી છે.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment