હિન્દ ન્યુઝ, બોટાદ
તા. ૦૨/૦૯/૨૦૨૨ ના રોજ મહીસાગર જિલ્લાના વીરપુર ગામમાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન (સંત નિરંકારી મિશનનું સામાજિક વિભાગ) દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં મિશનના અને ગામના અનેક નાગરિકોએ ૧૩૦ થી વધુ યુનિટ નિસ્વાર્થ ભાવથી રક્તદાન કર્યું. રક્ત એકત્રિત કરવા માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, મહીસાગર જિલ્લા ની બ્લડબેંકની ટીમ ઉપસ્થિત રહી હતી.
આ શિબિરનું ઉદ્દઘાટન આદરણીય ઝોનલ ઇન્ચાર્જ ભુપેન્દ્રભાઈ ગડરિયાના કર કમલો દ્વારા કરવામાં આવ્યું. એમને રક્તદાન શિબિર માં ભાગ લેનાર તમામ રક્તદાતાઓ નું પ્રોત્સાહન વધારી અને જન કલ્યાણ ને સમર્પિત તેમની નિસ્વાર્થ સેવા અને બહુમૂલ્ય યોગદાનની પ્રશંસા કરી. આવેલ તમામ રક્તદાતા તથા આવેલ અતિથિ અને ડોકટરોની સાથે આવેલ એમની ટીમની હૃદયપૂર્વક બધાનું આભાર પ્રગટ કર્યું.
એમને જણાવ્યું કે, સંત નિરંકારી મિશનમાં અત્યાર સુધી ૭,૩૫૯ શિબિરો અને ૧૨,૧૬,૨૧૭ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે.
રિપોર્ટર : વિજય બચ્ચાની, દાહોદ