હિન્દ ન્યુઝ, રાજુલા
રાજુલા તાલુકામા ધ્વજ વંદન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તાલુકા કક્ષાની ઉજવણી કડીયાળી ગામ ખાતે કરવામાં આવેલ હતી. જેમાં રાજુલા પ્રાંત અધિકારી હંસરાજસિંહ ગોહિલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ. અને ૭૩ મા વન મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ તેમજ સન્માનિત સન્માનિત કાર્યક્રમમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી હંસરાજસિંહ ગોહિલ તથા કર્મચારીઓ, આર.એફ.ઓ, સરપંચ ગંભીરભાઈ ભગુભાઈ બારૈયા સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ રાજુલા શહેરમાં આવેલ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે પાલીકા પ્રમુખ રમેશભાઈ કાતરીયા દ્વારા ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી હતી. ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર નિકળી તિરંગા રેલી યોજી હતી. સાથે-સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૯ થી ૧૨ ધોરણમા એકથી ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીનીઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજુલા શહેરના પ્રમુખ રમેશભાઈ કાતરીયા, ઉપપ્રમુખ દિપકભાઈ ઠક્કર, સહીત રાજકીય આગેવાનો, તથા આમંત્રણ મહેમાનો, શાળા સ્ટાફ, સહીત વિધાર્થિનીઓ બહોળી સંખ્યામાં હાજર રહી હતી. રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોની વિવિધ શાળાઓમાં ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટર : સુભાષ સળખણા, રાજુલા