હિન્દ ન્યુઝ, સુરત
દેશભરમાં 75 માં વર્ષ ગાંઠની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે ખાસ કરીને વાત કરીએ તો તિરંગા યાત્રાની શરૂઆત ચાર ઓગસ્ટના રોજ સુરત થી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી હતી. જે બે કિલોમીટર જેટલી યાત્રા શરૂ કરી હતી મુખ્યમંત્રી દ્વારા ગુજરાતમાં એક કરોડથી વધારે ગરો પર તિરંગા લહેરાવાનું અભિયાન જાહેર કર્યું હતું. હાલમાં તો સુરત જિલ્લામાં સુરત શહેરમાં અલગ અલગ સ્કૂલ કોલેજોમાં પણ તિરંગા યાત્રા શરૂ થઈ છે ત્યારે આજરોજ પૂર્વ આરોગ્ય મંત્રી અને હાલના ધારાસભ્ય કુમાર કાનાણી ના મતવિસ્તાર વરાછા વિસ્તારમાં એક કિલોમીટર નો ઝંડો લહેરાવવામાં આવ્યો હતો તેમાં અલગ અલગ સંસ્થાઓએ પણ ભાગ લીધો હતો. આ એક કિલોમીટરના ઝંડા ને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા કુમાર કાનાણી ની ઉપસ્થિતિમાં આ યાત્રા નીકળી હતી. ભાજપના હજારો કાર્યકર્તાઓ સાથે આ યાત્રા પૂરી થઈ હતી અને ખુશીનો માહોલ છવાયો હતો. કુમાર કાનાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણા તિરંગાની આનબાન અને શાન કંઈક અલગ જ છે જે યુકેનમાં ફસાયેલા આપણા ભારતીયો ને સલામત લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. વધુ માં તેમણે જણાવ્યું કે 15 ઓગસ્ટ સુધી પોતપોતાના ઘરે તિરંગો લહેરાવવામાં આવે.
રિપોર્ટર : ઘનશ્યામ બારોટ, સુરત