હિન્દ ન્યુઝ, ભાવનગર
વ્હાલી દીકરી યોજના થકી લાભ મળતા નારી વંદન ઉત્સવ પ્રસંગે ભાવનગરનાં રહેવાસી ખુશ ખુશાલ થયાં હતા અને રાજ્ય સરકાર જે રીતે દીકરીની દરકાર કરે છે અને અનેક યોજનાઓ ખાસ કરીને દીકરી માટેની છે એ માટે સરકારનો આભાર માન્યો હતો.
સમગ્ર રાજ્યમાં તા.૧ થી ૭ ઓગસ્ટ દરમિયાન “નારી વંદન ઉત્સવ” ની ઉજવણી કરવામાં આવી હતી તે અંતર્ગત ભાવનગરના મોતીબાગ ખાતે આવેલાં અટલ બિહારી વાજપેયી ઓપનએર થિયેટર ખાતે તા. ૭ ઓગસ્ટનાં રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ તકે ગોહેલ શિવાંશી નામની દીકરીને વ્હાલી દીકરી યોજના થકી મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે દીકરીની માતા ગોહેલ દિપાલી બેને જણાવ્યું હતું કે વ્હાલી દીકરી યોજના થકી એમની દીકરીને પ્રથમ ધોરણ માં ૪૦૦૦/-, નવમા ધોરણમાં ૬૦૦૦/- અને ૧૮ વર્ષની ઉમરે શિક્ષણ/લગ્ન સહાય તરીકે ૧ લાખ રૂપિયાની સહાય એક કુલ એક લાખ દસ હજાર સહાય વ્હાલી દીકરી યોજના થકી મળવા પાત્ર થશે. આ સમગ્ર પ્રક્રિયા એકદમ પારદર્શી અને લાભ સીધા પ્રાપ્ત થાય છે તેમજ આ પ્રક્રિયામાં એકદમ સરળ હતી જેમાં કર્મચારીઓએ ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું હતું અને સારો સાથ સહકાર મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વ્હાલી દીકરી યોજનાનું આરજી પત્રક નજીક ની આંગણવાડી/ સી. ડી. પી. ઓ. કચેરી/ગ્રામ પંચાયત/મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી ખાતેથી મેળવી જરૂરી આધાર પુરાવા આપવાથી નિયમોનુસાર લાભ મળતો હોય છે.