હર ઘર તિરંગા કાર્યક્રમ-૨૦૨૨
હિન્દ ન્યુઝ, ભુજ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજન અંતર્ગત ૧૩થી ૧૫ ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થનારી છે. આ દરમિયાન વિવિધ જાહેરસ્થાનો, સરકારી સંસ્થાઓ, જેલ, સ્કૂલો, કોલેજો, આરોગ્ય કેન્દ્રો અને તમામ ઘરો પર તિરંગો ફરકાવવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લામાં તિરંગાનું વિતરણ યોગ્ય રીતે થાય અને ગામ પંચાયત સુધીના કેન્દ્રોમાં નાગરિકો તિરંગાની ખરીદી કરી શકે એવું આયોજન કરવા કલેક્ટર પ્રવિણા ડી.કે .એ સૂચના આપી છે. જે અન્વયે હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ તાલુકા પંચાયત કચેરી, અબડાસા-નલીયા ઘ્વારા આજરોજ ગ્રામ પંચાયતોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.તેમજ આ સાથે તા.૧૩/૦૮/૨૦૨૨,તા.૧૪/૦૮/૨૦૨૨ તથા તા.૧૫/૦૮/૨૦૨૨ ના દરેેક ઘર પર તિરંગો ફરકાવવા માટે સંકલ્પ લેવામાં આવ્યા હતો .જેમાં તાલુકા પંચાયત કચેરી, અબડાસાના તમામ સ્ફાટ ઉપસ્થિત રહયા હતા.