હિન્દ ન્યુઝ, રાજકોટ
આજ રોજ તા. ૦૮-૦૮-૨૦૨૨ સોમવાર ના રોજ પવિત્ર શ્રાવણ માસમાં વધુમાં વધુ ઉપયોગમાં લેવાતા ફરાળી ખાદ્ય ચીજો અંગે રાજકોટ મહાનગરપાલિકા ના ફૂડ શાખા દ્વારા ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ, જે અંતર્ગત ગાયત્રી નગર મેઇન રોડ, જલારામ ચોક, ભક્તિનગર સર્કલ રાજકોટ ખાતે મંડપ રાખીને શ્રી સમર્પણ યુવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફરાળી પેટીશ નું વેચાણ કરતા વેપારીને ત્યાં તથા તેના ઉત્પાદન સ્થળ ગીતા નગર-૬, “ખોડિયાર કૃપા”, રાજકોટ ના સ્થળે તપાસ હાથ ધરેલ આ વખતે સ્યળ પર “EVERSTAR” MAIZE STARCH POWDER “FOR INDUSTRIAL USE ONLY” લેબલ છાપેલ મકાઇ-સ્ટાર્ચ નો ઉપયોગ ફરાળી પેટીશ બનાવવા માટે કરતા હોવાનું જોવા મળેલ તથા ઉપયોગમાં લેવામાં આવતુ “CITRIC ACID” પણ “FOR CHEMICAL ONLY” છાપેલ વાળું વાપરતા જોવા મળેલ. ઉત્પાદન સ્થળે પક્ષીઓ પણ ખાદ્યચીજ ની બાજુમાં રાખેલ જોવા મળેલ, તળવામાં ઉપયોગમાં રહેલ તેલની TPC Value 36 જોવા મળેલ કે જે 25 થી વધુ ના હોવી જોઇએ.
કરેલ કાર્યવાહી:-
૧. હાઇજેનિક કંડિશન જાળવવા અંગે નોટીસ
૨. ફૂડ લાઇસન્સ લેવા અંગે નોટીસ
૩. તળવામાં ઉપયોગમાં રહેલ તેલનો નમૂનો લેવામાં આવેલ
૪. ફરાળી પેટીશ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતો ફરાળી લોટ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ.
૫. સ્થળ પર તૈયાર કરાયેલ મકાઇના સ્ટાર્ચવાળી ફરાળી પેટીશ આશરે ૫૫ kg સ્થળ પર જ નાશ કરવામાં આવેલ