વડાપ્રધાનની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ૭મી ગવર્નિંગ કાઉન્સીંલની બેઠકમાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

સારા ન્યુઝ, ગાંધીનગર 

  શહેરોના આયોજનબદ્ધ વિકાસ માટે ત્રિસ્તરીય શહેરી વિકાસ રોડમેપ તૈયાર કર્યો છે

 ગુજરાતમાં ડી.પી, ટી.પી અને સ્થાનિક વિસ્તાર વિકાસ આયોજન પારદર્શીતાથી ઘડીને કાર્યરત કરાય છે

 ટાઉનપ્લાનીંગ સ્કીમ લોકોની સહમતિ અને જનભાગીદારીથી બનાવાય છે

 વડાપ્રધાનએ આપેલી ફ્યુચરિસ્ટીક સિટીઝની કલ્પનાને સુસંગત આયોજનબદ્ધ વિકાસથી ગિફ્ટ સિટી દેશનું મુખ્ય નાણાંકીય-આર્થિક ગતિવિધિ કેન્દ્ર બન્યું

 શહેરોમાં સ્લમ રિ-ડેવલપમેન્ટને પ્રાથમિકતા આપી ૧૬૬ માં પ૯ હજાર સ્લમ્સ આવાસોનું નિર્માણ કાર્ય પૂરજોશમાં-૭૮૦૦ યુનિટમાં કામ પૂર્ણ થઇ ગયાં

 રાજ્યની કૃષિક્રાંતિના મૂળમાં વડાપ્રધાનએ આપેલા કૃષિમહોત્સવ-સોઇલ હેલ્થકાર્ડ-પશુઆરોગ્ય મેળા જેવા કિસાન હિત અભિગમ રહેલા છે

 રાજ્યમાં બે દાયકામાં બાગાયત વિસ્તાર ૩૦૦ ટકા વધ્યો

 સુક્ષ્મ સિંચાઇ પ્રણાલિમાં SPV દ્વારા વધુ વિસ્તારો આવરી લઇ દાડમ-ખજૂર કમલમ જેવા ફળની ખેતી સામેલ કરી છે

 પ્રાકૃતિક ખેતી માટેના વડાપ્રધાનના આહવાનને ગુજરાતે ઝિલી લીધુ છે-પ.પ૦ લાખ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃત કર્યા

 કૃષિ યુનિવર્સિટીઝમાં પ્રાકૃતિક ખેતીનો વિષય આ વર્ષથી અભ્યાસક્રમમાં દાખલ કરાશે. ગુજરાતનું ‘‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’’એ આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સ-મશીન લર્નીંગ અને બિગ ડેટા એનાલીસીસ જેવી ટેક્નોલોજીથી સુસજ્જ એવું દેશનું પહેલું ડિઝીટલ એજ્યુકેશન આર્કિટેકચર છે

Related posts

Leave a Comment