બોટાદ જિલ્લા ખાતે આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે ઉપયોગમાં લેવાનાર M-3 પ્રકારના EVM/ VVPATની ફર્સ્ટ લેવલ ચેકીંગ (FLC) ની કામગીરી તા.૦૧ ઓગષ્ટથી હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ ચૂંટણી પંચ, નવી દિલ્હીની સુચના મુજબ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે ઉપયોગમાં લેવાનાર M-3 પ્રકારના EVM/VVPAT નું ફર્સ્ટ લેવલ ચેકીંગ (FLC) ની કામગીરી હાથ ધરાનાર છે. હાલમાં EVM/VVPAT Warehouse, જિલ્લા સેવા સદન કેમ્પસ, ખસ રોડ, બોટાદ ખાતે સંગ્રહીત છે. જેનું ફર્સ્ટ લેવલ ચેકીંગ (FLC) કરવા માટે BEL કંપની, બેંગ્લોરના નિષ્ણાંત ઇજનેરોની ટીમ બોટાદ ખાતે આવેલ EVM/VVPAT Warehouse માં આવનાર છે. જયાં આ ટીમ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ના કામે ઉપયોગમાં લેવાનાર EVM/VVPAT ની ચકાસણી ચૂંટણી પંચની અદ્યતન સૂચનાનુસાર કરવામાં આવશે.

બોટાદ જિલ્લા ખાતે EVM/ VVPATની ફર્સ્ટ લેવલ ચેકીંગ (FLC) ની કામગીરી તા.૦૧/૦૮/૨૦૨૨ થી ૦૮/૦૮/૨૦૨૨ સુધી (અથવા વધુ દીવસો) સુધી હાથ ધરવામાં આવશે. આ બાબતે માન્ય રાજકીય પક્ષોને પત્રથી જાણ કરી તેમનાં અધિકૃત કરેલ પ્રતિનિધિઓને સંપૂર્ણ FLC પ્રક્રીયા દરમિયાન હાજર રખાવા અંગેની જાણ કરાયેલ છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર બોટાદના સતત નિયંત્રણ અને નિરીક્ષણ હેઠળ FLC ની સમગ્ર પ્રક્રીયા હાથ ધરાશે. FLC દરમિયાન અધિકૃત અધિકારી/કર્મચારી અને માન્ય રાજકીય પક્ષોના અધિકૃત પ્રતિનિધિઓને ઇસ્યુ કરાયેલ આઇ.ડી.કાર્ડ રજૂ કર્યેથી જ પ્રવેશ અપાશે. FLC કામગીરી કરનાર કર્મચારી/અધિકારીઓ માટે મોબાઇલ એપથી ડેટા એન્ટ્રી માટે જરૂરી મોબાઇલ સિવાય અન્ય કોઇપણ પ્રકારનાં મોબાઇલ કે ઇલેકટ્રોનીક ઉપકરણ પ્રતિબંધિત રહેશે. પ્રવેશદ્વારા પર પોલીસ તંત્ર દ્વારા મેટલ ડીરેકટર દ્વારા ફ્રીસ્કીંગ કરીને જ પ્રવેશ આપવામાં આવશે. વેરહાઉસ/સ્ટ્રોંગરૂમ સ્થળે ચોવીસ કલાક પોલીસ બંદોબસ્ત રહેશે. સમગ્ર પ્રક્રીયાનું ભારતના ચૂંટણીપંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારી ની કચેરી નિહાળી શકે તે રીતે વેબકાસ્ટીંગ કરવામાં આવશે. તેમ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment