બોટાદ જિલ્લામાં અસાધારણ ઉંચાઇ ધરાવતા ભાઈઓ-બહેનો માટે હાઈટ હન્ટનું આયોજન

હિન્દ ન્યુઝ, બોટાદ

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્રારા રાજ્યમાં ચાલતી બાસ્કેટબોલ એકેડમી અને ડી.એલ.એસ.એસ.માં વર્ષ ૨૦૨૨-૨૩માં નવા ખેલાડીઓના પ્રવેશ માટે બોટાદ જિલ્લામાં અસાધારણ ઉંચાઇ ધરાવતા ભાઈઓ-બહેનો માટે હાઈટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

હાઈટ હન્ટમાં નીચે જણાવેલી ઉંમર અને ઉંચાઈની મર્યાદામાં રસ ધરાવતા ભાઈઓ-બહેનોએ તા.૨૪ જુલાઈના સવારે ૯.૦૦ કલાકે અસલ આધારકાર્ડ તથા જન્મ તારીખના દાખલા સાથે આદર્શ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિધાલય, હડદડ રોડ, બોટાદ ખાતે હાજર રહેવું જરૂરી છે. આ કસોટીની વધુ માહિતી માટે લક્ષ્મણભાઈ રાઠવા મો. ૯૨૬૫૨૯૬૯૧૪ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, બોટાદની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ક્રમ ઉંમર ઉંચાઈ (in centimeter)
ભાઈઓ બહેનો
૧ ૧૦ ૧૪૮ ૧૪૬
૨ ૧૧ ૧૫૪ ૧૫૦
૩ ૧૨ ૧૬૦ ૧૫૪
૪ ૧૩ ૧૬૫ ૧૬૦
૫ ૧૪ ૧૭૩ ૧૬૪
૬ ૧૫ ૧૮૦ ૧૬૮
૭ ૧૬ ૧૮૬ ૧૭૦
૮ ૧૭ ૧૮૮ ૧૭૪
૯ ૧૮ ૧૯૦ ૧૭૫
૧૦ ૧૯ ૧૯૦થી ઉપર ૧૭૫થી ઉપર

Related posts

Leave a Comment